નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે વાહન નિર્માતા કંપનીઓની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે BS-IV વાહનોને વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. કોર્ટે ઓટોમોબાઈલ ડીલર્સ ફેડરેશનની અરજી ફગાવતા કહ્યું કે 31 માર્ચ 2020 બાદ BS-IV પ્રદૂષણ માપદંડવાળા વાહનો વેચી શકાશે નહીં. આ નિર્ણય બાદ હવે ભારતમાં કોઈ પણ વાહન બનાવતી કંપની BS-IV વાહનોનું વેચાણ કરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયાના દોષિતોને ફાંસીમાં વિલંબ, સુપ્રીમ કોર્ટે મોતની સજા માટે નક્કી કરી ગાઈડલાઈન


આ અગાઉ સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018માં પોતાના એક ચુકાદામાં જણાવ્યું હતું કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 માપદંડવાળા વાહનોના રજિસ્ટ્રેશન અને વેચાણ પર રોક લાગશે. આ આદેશ પર ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ (FADA)એ અરજી દાખલ કરતા એક મહિનાનું એક્સટેન્શન માંગ્યુ હતું જેથી કરીને ઈન્વેન્ટ્રી ક્લિયર કરી શકાય પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત આપવાની ના પાડી દીધી. 


ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 


જાણકારોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નવા ચુકાદા બાદ હવે વાહન કંપનીઓએ તમામ BS4 વાહનો માર્કેટમાંથી હટાવવા પડશે. વાહન કંપનીઓ પર પહેલેથી તૈયાર પોતાની કાર અને ગાડીઓને 31 માર્ચ પહેલા વેચવાનું દબાણ હશે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને ભારે છૂટ મળવાની શક્યતા છે. ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર પણ છે. તે એ છે કે જો કોઈ ગ્રાહક આગામી 3-6 મહિનામાં ગાડી ખરીદવા માટે પૈસા જોડી રહ્યાં છે તો તેણે હવે હાલના ભાવ પર વાહન ખરીદવું મુશ્કેલ બનશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...